પેપર લીક કેસ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા આદેશ

Gandhinagar: પેપર લીક મુદ્દે હર્ષ સંઘવીએ બોલાવેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે. તો આ બાદ આ મુદ્દે ફરિયાદ નોંધવા અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:22 PM

Head Clerk Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે. તો બેઠકમાં કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્યપ્રધાને પોલીસને આદેશ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આદેશ છે. જણાવી દઈએ કે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક થયું હોવાની આશંકા છે. ત્યારે પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે. દેવળ અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તો એનો કાકો પણ આ કેસમાં શંકામાં છે.

જયેશ પટેલ નામનો શખ્શ પણ પહેલાથી પોલીસની શંકામાં છે. શરુઆતથી જ તેની પર આક્ષેપો થઇ રહ્યા છે. જણાવી દઈએ કે દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. ત્યારે દેવલના ઘરે જ પેપર લીકને લઈ હિલચાલ થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કાકા અને ભત્રીજો બંને ભૂગર્ભમાં છે.

તો બીજી તરફ હેડ ક્લાર્કનું પેપર લીક થવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં અરજી આપી છે. કર્મયોગી ભવનમાં કેટલાક યુવાનો સાથે પહોંચેલા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને લેખિતમાં અરજી આપી છે. અસિત વોરાને પુરાવા આપી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદી બનવાની પણ માંગણી કરાઈ છે. કેટલાક પુરાવા ગોપનીય હોવાથી ગૃહરાજ્યપ્રધાનને પણ આપવામાં આવશે એવું પણ યુવરાજ સિંહનું કહેવું છે.

 

આ પણ વાંચો: Gram Panchayat Election: આ કારણથી સેજલ બારિયાનું રદ થયું હતું ફોર્મ, હાઈકોર્ટે આપ્યો જોરદાર ચુકાદો

આ પણ વાંચો: Miss World 2021 માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે માનસા વારાણસી, જાણો તેના વિશેની ખાસ વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">