AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેપર લીક મામલે પોલીસને આ કાકા ભત્રીજા પર શંકા, અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ છે ભત્રીજો

પેપર લીક મામલે પોલીસને આ કાકા ભત્રીજા પર શંકા, અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ છે ભત્રીજો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 6:26 PM
Share

Sabarkantha: પેપર લીક મામલે ફરીયાદ નોંધાઈ શકે છે. ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સંભાવના છે. તો દેવલ અને જયેશ પટેલ પોલીસની શંકામાં છે.

Head Clerk Paper Leak: પેપર લીક મામલે રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ તપાસનો દોર પણ ધમધોકાર ચાલી રહ્યો છે. માહિતી આવી છે એક પેપર લીક મામલે ફરીયાદ નોંધાઈ શકે છે. ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સંભાવના છે. જણાવી દઈએ કે આસિત વોરાના ઇમેઇલ બાદ તપાસ તેજ થઇ છે. પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે. દેવલ અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે.

આ સાથે જયેશ પટેલ નામનો શખ્શ પણ પહેલાથી શંકામાં હોવાનું જાણવા મળ્યું છે. શરુઆતથી જ તેની પર આક્ષેપો તો થઇ રહ્યા છે. દેવલ પટેલ એ જયેશ પટેલનો ભત્રીજો છે. અને દેવલના ઘરે જ પેપર લીકને લઈ હિલચાલ થઇ હોવાનું અનુમાન પણ હાલ સામે આવ્યું છે. સમગ્ર કેસ બાદ હાલ કાકા અને ભત્રીજો બંને ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ હેડ ક્લાર્કનું પેપર લીક થવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં અરજી આપી છે. કર્મયોગી ભવનમાં કેટલાક યુવાનો સાથે પહોંચેલા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને લેખિતમાં અરજી આપી છે. અસિત વોરાને પુરાવા આપી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદી બનવાની પણ માંગણી કરાઈ છે. કેટલાક પુરાવા ગોપનીય હોવાથી ગૃહરાજ્યપ્રધાનને પણ આપવામાં આવશે એવું પણ યુવરાજ સિંહનું કહેવું છે.

 

આ પણ વાંચો: પેપર લીક મામલે યુવરાજ સિંહ મેદાને, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને ​લેખિતમાં અરજી આપી

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા : કોકના નામે કોલસો લાવ્યા ! કુરંગા સ્થિત RSPL ઘડી ડિટર્જન્ટ કંપનીમાં કૌભાંડ

Published on: Dec 16, 2021 06:21 PM
g clip-path="url(#clip0_868_265)">