હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું, શું હાર્દિક પટેલ કોંગ્રસનો ‘હાથ’ છોડશે ?

|

May 12, 2022 | 3:06 PM

હાદિકે ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ' હટાવ્યું. હાર્દિક પટેલ કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ છે ત્યારે વધુ એક સૂચક ઘટના સામે આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં કોંગ્રેસ (Congress) નેતા હાર્દિક પટેલના (Hardik Patel) સૂર સાંભળવા મળી જ રહ્યા છે. ત્યારે નારાજગીની વચ્ચે વધુ એક સૂચક ઘટના સામે આવી છે. વોટ્સએપ DP બાદ હવે હાર્દિકે ટ્વીટર (Twitter) હેન્ડલ પરથી તેના કોંગ્રેસ પરનો હોદ્દાનું લખાણ હટાવ્યુ છે. હાદિકે ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું છે.

હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે વિરમગામમાં તેમના પિતાની પુણ્ય તિથી નિમિતે કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યુ હતુ. જેમાં ભાજપના નેતાઓ તેમા સામેલ રહ્યા હતા. જેને લઇને કોંગ્રેસના નેતાઓએ પણ નિવેદનો આપ્યા હતા. હાર્દિક પટેલે પોતે પણ તે સમયે નિવેદન આપ્યુ હતુ. તે સમયે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે જે વાત છે તે પૂર્ણ થઇ જશે અને વિવાદનો અંત આવશે.

જો કે હાલમાં હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પર એક આંખે ઉડીને વળગે તેવી વાત જોવા મળી છે. હાર્દિક પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું છે. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ છે તે એક ચર્ચાનું વિષય બન્યુ છે. બીજી તરફ તેમના ડીપીમાં પણ કોંગ્રેસના પંજાનું નિશાન હજુ પણ છે.

હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ ફરી એક વાર તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

Published On - 4:21 pm, Mon, 2 May 22

Next Video