હાર્દિક પટેલે વિરમગામથી ફોર્મ ભરતા પહેલા કરી સભા, નીતિન પટેલ વિશે કહી આ વાત, જુઓ વીડિયો

હાર્દિક પટેલે વિરમગામથી ફોર્મ ભરતા પહેલા કરી સભા, નીતિન પટેલ વિશે કહી આ વાત, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 9:25 PM

Gujarat Election 2022: હાર્દિક પટેલે વિરમગામથી ફોર્મ ભરતા પહેલા ચૂંટણી સભા સંબોધી હતી. જેમા તેમણે જો તે ચૂંટાઈને આવે તો ધારાસભ્ય તરીકે મળતો પગાર પાંજરાપોળ અને શિક્ષણ પાછળ વાપરશે તેવુ વચન આપ્યુ.

અમદાવાદના વિરમગામથી હાર્દિક પટેલ ઉમેદવારી પત્રક ભરે તે પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, 28 વર્ષના છોકરાને પક્ષે મોટી જવાબદારી આપી છે. સાથે જ કહ્યું હતું કે, વિરમગામના લોકો જેટલું આપશે તેનાથી સવાયું આપીશ. સાથે જ 1,25,000ના પગારને પાંજરાપોળ અને શિક્ષણ પાછળ વાપરી નાખીશ તેવું વચન પણ આપ્યું હતું.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: હાર્દિકે લાખા ભરવાાડ વિશે કહી આ વાત

હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં લાખાભાઈ ભરવાડ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે પણ વિપક્ષના ધારાસભ્યને વિકાસના કામને લઈને સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, મારુ કોઈ સાંભળતું નથી અને અરજી કરી છે રજૂઆત કરી છે. જો અરજી અને રજૂઆત કરવી હોત તો ટપાલી રાખી લઈએ શા માટે ધારાસભ્ય બનાવ્યા છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: હાર્દિક પટેલે કહ્યુ કડી કરતા સવાયુ વિરમગામ બનાવીશ

બીજી તરફ હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગાંધીનગર જઈશ તો હું નહીં પરંતુ વિરમગામ તાલુકાના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે. વિરમગામ તાલુકાને કડી તાલુકા કરતા પણ વધુ વિકસિત બનાવવામાં આવશે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને મોકો આપો તો આપણા નીતિન પટેલને કહીં શકું કે, તમારા કડી તાલુકા કરતા વિરમગામ તાલુકો સવાયો બનાવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">