અમદાવાદની વટવા બેઠક પર કોંગ્રેસ ફેરવિચારણા કરે તેવી શક્યતા, કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારનો ભારે વિરોધ

Gujarat Election 2022: અમદાવાદની વટવા બેઠક પર કોંગ્રેસે OBC ઉમેદવાર બલવંતસિંહ ગઢવીને ટિકિટ આપી છે. પરંતુ તેને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે. વટવાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 8:02 PM

અમદાવાદની વટવા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે OBC ઉમેદવાર બળવંત ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે તેમનો વિરોધ થતા કોંગ્રેસ આ બેઠકમાં ઉમેદવારને લઈને ફેરવિચારણા કરી શકે છે. વટવા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માગ સાથે કોંગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. બોટાદ બાદ હવે વટવા વિધાનસભા બેઠકની પણ કોંગ્રેસમાં ફેરવિચારણા થઈ રહી છે. કોંગ્રેસે જાહેર કરેલા બલવંત ગઢવીનો ભારે વિરોધ થતા ઉમેદવાર બદલાઈ શકે છે. બોપલમાં રહેતા બલવંતસિંહ ગઢવી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને OBC ચહેરો હોવાથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે. જો કે બલવંતસિંહ ગઢવીનો કોંગ્રેસના કાર્યકરો જ વિરોધ કરી રહ્યા છે અને વટવાથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી રહ્યા છે.

ભાજપની જો વાત કરવામાં આવે તો આ બેઠકને લઈને ભાજપમાં હજુ સસ્પેન્સ યથાવત છે. ભાજપે હજુ આ બેઠક પર કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે ભાજપના કાર્યકરો પણ અહીંથી બે ટર્મથી ભાજપના ઉમેદવાર પ્રદિપસિંહને ટિકિટ આપવાની માગ કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વમાં આવેલી આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે.

આ બેઠક પર ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠકને લઈને માલધારી સમાજ પણ મેદાને છે અને તેમની માગ છે કે ભાજપ આ બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે. કોઈ આયાતી ઉમેદવારનું તેઓ સમર્થન કરશે નહીં. ત્યારે આ બેઠકને લઈને ભાજપમાં હાલ છેલ્લી ઘડી સુધીનું મંથન ચાલી રહ્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">