Gujarati Video : હાર્દિક પટેલને થયુ કાયદાનું ભાન ! રાજ્યમાં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા મુદ્દે આપ્યુ આ નિવેદન

|

Feb 28, 2023 | 1:38 PM

Gandhinagar News : અનામત આંદોલન કરનાર હાર્દિક પટેલને રહી રહીને હવે કાયદો બનાવવો અઘરો હોવાનું ભાન થયું છે. હાર્દિક પટેલે આ અંગે નિવેદન આપ્યુ છે.

જે વ્યક્તિએ વર્ષો સુધી કાયદા માટે રસ્તા પર લડાઇ લડી, તે વ્યક્તિને ધારાસભ્ય બન્યા બાદ ઘટનાની ગંભીરતા સમજાઇ અને હવે કાયદો બનાવવો અઘરો લાગી રહ્યો છે. અનામત આંદોલન કરનાર હાર્દિક પટેલને રહી રહીને હવે કાયદો બનાવવો અઘરો હોવાનું ભાન થયું છે. હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે રસ્તા પર હોબાળો કરવો સરળ છે, પરંતુ વિધાનસભામાં કાયદો પસાર કરવો મુશ્કેલ છે.

હાર્દિક પટેલે કાયદા વિશે આપ્યુ નિવેદન

રાજ્યમાં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા મુદ્દે ગૃહમાં હાર્દિક પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે ગૃહમાં કહ્યું કે, કોઇપણ મુદ્દે બિલ લાવવું અને કાયદો ઘડવો અઘરો છે. કોઇપણ બિલ પસાર કરવા ખૂબ મહેનત કરવી પડે છે. હાર્દિકને આ બ્રહ્મજ્ઞાન ધારાસભ્ય બન્યા બાદ અને ગૃહમાં કાયદો બનાવવાની સમગ્ર કામગીરી જોયા બાદ થયુ છે.

વિધાનસભા ગૃહમાં ફરજીયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતના બિલ અંગે ચર્ચા થઇ રહ્યુ છે. જે અંતર્ગત ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. 2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનો નવો કાયદો લાગુ થશે. ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવુ પડશે.

ગુજરાતી નહીં ભણાવે તો દંડનીય કાર્યવાહી થશે

જો કોઈ વ્યાજબી કારણો હશે તો લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. જો કોઈ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે વિધાનસભામાં બિલ પસાર થાય બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.

Next Video