કોંગ્રેસ (Congress)નેતા હાર્દિક પટેલે (Hardik Patel) પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel)ને રાજકારણમાં આવવા અપીલ કરી છે. હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખી રાજકારણ (Politics)માં જોડાવાનો આગ્રહ કર્યો છે.
પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈ છાશવારે ચર્ચા શરૂ થાય છે. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને ખુલ્લો પત્ર લખીને સક્રિય રાજકારણમાં જોડાવવાનો આગ્રહ કર્યો છે. હાર્દિક પટેલે લખેલા પત્રમાં ભાજપના રાજમાં ખેડૂતો અને વેપારીઓની સ્થિતિ ખરાબ હોવાનો ઉલ્લેખ છે.
આ ઉપરાંત પાટીદાર સમાજના લોકોને સરકારની નીતિના કારણે ખેતી અને વ્યવસાયમાં હેરાન થતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. હાર્દિક પટેલે ફક્ત પાટીદાર તરીકે નહીં પરંતુ કોંગ્રેસના કાર્યકર તરીકે પણ નરેશ પટેલને સક્રિય રાજનીતિમાં આવવા અપીલ કરી છે. હાર્દિક પટેલે પત્રમાં નરેશ પટેલને બાહ્ય પરિબળોને ભુલી જઇ પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વ માટે રાજકારણમાં શ્રી ગણેશ કરવા જણાવ્યુ છે.
ખોડલધામમાં મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત નરેશ પટેલે હાર્દિકના પત્ર અંગે નિવેદન આપ્યું છે. જો કે નરેશ પટેલે કહ્યું કે મને હજુ સુધી કોઈ લેખિત આમંત્રણ મળ્યું નથી. નરેશ પટેલે દરેક રાજકીય પક્ષ તરફથી આમંત્રણ મળતા હોવાનું પણ જણાવ્યુ છે. આ સાથે જ રાજનીતિમાં જોડાવવા અંગે યોગ્ય સમયે નિર્ણય લઈશ તેવું સૂચક નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-