Ahmedabad : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત, કરોડોનું વ્યાજ વસૂલતા છતાં ધમકી આપતા પીડિતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઉંઘની 50 ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પીડિત વેપારી રાકેશ શાહનો આરોપ છે કે તેને વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. જેની સામે કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છતાં ધમકી મળતી હતી.
વ્યાજખોરોને કાબૂમાં લેવા સરકારે કડક કાયદા બનાવ્યાં છે છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. વ્યાજખોરોના ત્રાસથી લોકો આત્મહત્યા કરવા સુધી મજબૂર બને છે. આવા કિસ્સા ના બને તે માટે સરકારે પોલીસ સ્ટેશન દીઠ લોકદરબાર યોજી લોકજાગૃતિ માટે પ્રયત્ન કરે છે. ત્યારે વ્યોજખોરના ત્રાસનો જ એક વધુ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જ્યાં કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઉંઘની 50 ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પીડિત વેપારી રાકેશ શાહનો આરોપ છે કે તેને વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. જેની સામે કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છતાં ધમકી મળતી હતી.
કિડની લીવર વેચીને પણ રૂપિયા વસૂલવાની આપી ધમકી
એટલું જ નહીં વ્યાજખોરો હોસ્પિટલમાં જઈને કિડની, લીવર વેચીને પણ રૂપિયા વસૂલવાની ધમકી આપતા હતા. ચેક રિટર્ન કરી ખોટા કેસમાં પણ ફસાવવાની વ્યાજખોરોએ ધમકી આપી હતી. પીડિત રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપૂટ- મિહિર સોની, અમદાવાદ)