Ahmedabad : વાહન ચાલકો માટે રાહતના સમાચાર, ગરમીમાં બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા નહિ રહેવું પડે

|

May 06, 2022 | 11:47 PM

અમદાવાદમાં બપોરના સમયે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે એટલે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ભર તડકામાં ઉભું રહેવું નહીં પડે.. આ તડકામાં શેકાયા વગર જ વાહન ચાલકો સિગ્નલ પરથી પસાર થઈ શકશે..

અમદાવાદ (Ahmedabad)  વાસીઓ માટે  કાળજાળ ગરમીમાં(Summer) રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગ ઝરતી  ગરમીથી વાહનચાલકોને આંશિક રાહત મળશે.  જેમાં  રાજકોટ બાદ અમદાવાદમાં પણ બે દિવસ માટે ટ્રાફિક સિગ્નલો (Traffic Signal )  વાહન ચાલકોને નહીં નડે. જેમાં વધતી જતી કાળઝાળ ગરમીને લઈ ટ્રાફિક પોલીસે રાહદારીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે.. જેમાં બપોરના સમયે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે એટલે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ભર તડકામાં ઉભું રહેવું નહીં પડે.. આ તડકામાં શેકાયા વગર જ વાહન ચાલકો સિગ્નલ પરથી પસાર થઈ શકશે..શહેરના મોટા જંક્શનો પર 50 ટકા ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. જેના પગલે બપોરના સમયે કામ અર્થે પસાર થતા લોકોએ સિગ્નલો પર તાપમાં ઊભા નહિ રહેવું પડે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેમાં અમદાવાદમાં પણ ગરમીને કારણે હિટ સ્ટ્રોક સહિતના કેસ વધ્યાં છે. જેમાં ગરમીને કારણે એક જ સપ્તાહમાં 6,700થી વધુ લોકો માંદા પડ્યાં છે.તો બાળકોમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.જ્યારે એક જ સપ્તાહમાં બેભાન થવાના 1,158 કેસ સામે આવ્યાં છે.હજી પણ ગરમીને કારણે માંદા પડવાના કેસ વધે તેવી નિષ્ણાંતો દ્વારા ચેતવણી અપાઇ છે.સિવિલ હોસ્પિટલ અને સોલો સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ ઉભા કરાયા છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન દ્વારા હેલ્થ સેન્ટર પર વિના મૂલ્યે ઓઆરએસના પેકેટ પણ વિતરીત કરવામાં આવી રહ્યા છે.

Published On - 11:42 pm, Fri, 6 May 22

Next Video