આરોગ્ય તંત્ર સતર્ક : અમદાવાદમાં સિવિલ સહિત આ હોસ્પિટલોમાં ફ્રી માં થશે H3N2 ટેસ્ટ
ચાલુ મહિનામાં H3N2 ના 104 ટેસ્ટ કરાયા, પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મહત્વનું છે કે વાયરસના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના H3N2 ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
Ahmedabad : રાજ્યમાં H3N2 ના કેસ વધતા અમદાવાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયુ છે. અમદાવાદ સિવિલ, SVP અને LG હોસ્પિટલમાં H3N2 ના ટેસ્ટ ફ્રી માં કરવામાં આવશે. H3N2 ના ટેસ્ટ માટે બી જે મેડિકલ કોલેજ અને સોલા સિવિલ ખાતે સુવિધા ઉભી કરાઈ છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનામાં સ્વાઈન ફ્લુના ત્રણ કેસ સામે આવ્યા છે. તો H3N2 ના 19 કેસ સામે આવ્યા છે. ચાલુ મહિનામાં H3N2 ના 104 ટેસ્ટ કરાયા, પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મહત્વનું છે કે વાયરસના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના H3N2 ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
તો આ તરફ રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. વડોદરાની પ્રૌઢા નવા વાયરસના ચેપનો ભોગ બની હતી. શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષીય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મહિલાની SSG હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલતી હતી. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.
સિવિલમાં H3N2ના કેસ વઘતા તંત્ર થયુ સાબદુ
તો સુરતમાં પણ બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી પડતા વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધ્યુ છે. તો સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં H3N2 ના કેસમાં પણ વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, સિવિલમાં દૈનિક 100 થી 150 H3N2 ના કેસ આવી રહ્યા છે. બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાતા તંત્રની ચિંતા વધી છે.
