અસલી લીકેજ ક્યાં છે ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં હવે શુક્લા કોલેજ પર શંકાની સોય !

|

Feb 02, 2023 | 5:40 PM

યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં આખરે 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતી યુનિવર્સિટી તંત્ર મીડિયાના અહેવાલો બાદ જાગ્યું છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતુ – ફરિયાદી

મહત્વનું છે કે 12 ઓક્ટોબરના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે, ભાજપના બે જૂથ વચ્ચેની લડાઇમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સેનેટની ચૂંટણી અને પ્રોફેસર ભરતી કાંડને લઈ ભાજપના બે જૂથ આમને-સામને હતા.જેમાં એક જૂથે બીજા જૂથને પાડી દેવા માટે આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોએ રાજકારણની વાત નકારી કાઢી છે. અને સિન્ડિકેટની બેઠક બોલાવીને યોગ્ય કાર્યવાહીનો દાવો કર્યો છે.

Next Video