Gujarati Video : રાજકોટના યુગલની પ્રેમ કહાની સાંભળીને તમે પણ થઈ જશો ભાવુક, ફૂડ ડિલિવરીનું કામ કરનાર પતિ કેન્સરગ્રસ્ત પત્નિને લઈ જાય છે સાથે

|

Mar 24, 2023 | 10:28 AM

સમાજના બંધનોએ પ્રેમનો પૂર્ણ વિરામ લાવી પરીવારે યુવક-યુવતીના અલગ જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા , જેને મળવાથી સુરજ ન ઉગે તેનો ચેહરો જોવાનું બંધ થયું હતું, અચાનક જીવનમાં વળાંક આવ્યો અને ફરી બન્ને એક થઈ ગયા અને સુખીથી જીવન જીવવા લાગ્યા હતા.

રાજકોટના એક યુવલની દર્દભરી પ્રેમ કહાની સામે આવી છે. સમાજના બંધનોએ પ્રેમનો પૂર્ણ વિરામ લાવી પરીવારે યુવક-યુવતીના અલગ જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા , જેને મળવાથી સુરજ ન ઉગે તેનો ચેહરો જોવાનું બંધ થયું હતું, અચાનક જીવનમાં વળાંક આવ્યો અને ફરી બન્ને એક થઈ ગયા અને સુખીથી જીવન જીવવા લાગ્યા. ત્યાં જ ઓછામાં જાજુ જીવતા દંપતી પર આફતનો વાયરો એવો ફૂંકાયો કે ક્યારેય ન રડેલા કે ડરેલા કેતન ધ્રૂજી ઉઠ્યા અને આંખોમાં આંસુ છલકાવા લાગ્યા. જ્યારે તેમના કાને એ શબ્દો અથડાયા કે પત્ની સોનલ કેન્સરગ્રસ્ત છે. આર્થિક રીતે ભાંગી સ્થિતિ ભાંગી પડી હતી.

આ પણ વાંચો : Rajkot: ભુગર્ભ ગટરમાં શ્રમિકના મોત અંગે રાષ્ટ્રીય સફાઇ આયોગના વેધક સવાલ, પૂછ્યું શું મનપાની કોઇ જવાબદારી નહિ ?

એકદમ ફિલ્મી પ્રેમ કહાની

1989માં કેતન અને સોનલને પ્રેમ થયો હતો. બંને અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા હોવાથી બંનેને પરિવાર દ્વારા અલગ કરી દેવામાં આવ્યા હતા. વર્ષો બાદ બંનેના અલગ અલગ જગ્યાએ પરિવાર દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરંતુ સોનલને તેના પતિનો ત્રાસ હતો અને મારપીટ કરતો હતો. જેથી તેમને 2 વખત મિસકેરેજ પણ થયું હતું. તો બીજી તરફ કેતનને પણ તેમના પત્ની સાથે ભળતું ન હતું. જેથી સોનલ અને કેતન બંન્નેએ છુટ્ટાછેડા લીધા હતા. ત્યારબાદ ફરી કેતન અને સોનલ સંપર્કમાં આવ્યા અને આખરે બન્નેએ 2007માં લગ્ન કર્યા હતા. પરંતુ વાત અહીંયા પૂરી નથી થતી.

સોનલના જૂના પતિ ફરી એક વાર સોનલને લલચાવી ફોસલાવીને ફરી એક વાર પોતાની સાથે રહેવા લઈ ગયો હતો. ત્યારબાદ કેતન ભાઈએ અઢી વર્ષ સુધી અનાજનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ સોનલ તેના જૂના પતિ પાસેથી ફરી એક વાર કેતન પાસે આવ્યા અને ત્યારબાદ તેઓ પોતાનું જીવન જીવતા હતા. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી પણ તેઓ ખુશ હતા. સોનલ પણ ફૂડ ડિલિવરીનું કામ કરતી હતી અને કેતન પણ ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા. પરંતુ કેતન અને સોનલ પર સૌથી મોટું દુઃખ આવવાનું હજુ બાકી હતું.

7 મહિના પહેલા સોનલને થયુ કેન્સર

કેતન અને સોનલ ખુબજ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પોતાનું જીવન જીવી રહ્યા હતા.પણ તેઓ સાથે હતા એટલે ખુશ હતા. પરંતુ આટલું પૂરતું ન હોય બંને માટે સાતેક મહિના પહેલા દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સોનલને સાતેક મહિના પહેલા છાતીમાં દુખાવો ઉપડયો હતો. નિદાન કરાવતા સોનલને ચોથા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું ત્યારે કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

હાલ સોનલના કેન્સરની સારવાર ચાલી રહી છે અને કીમિયોથેરાપીના 8 ડોઝ લીધા છે. ત્યારે આર્થિક રીતે પણ કેતન ભાઇની હાલત ખુબ જ દયનીય થઈ ગઈ છે. ત્યારે કેતન પોતાનું ફૂડ ડિલિવરીનું કામ છોડી શકે તેમ નથી. જેથી સોનલ ઘરે બેઠા બેઠા હતાશ ન થઈ જાય તે માટે કેતન તેમને ફૂડ ડિલિવરી માટે સાથે લઈ જાય છે. ક્યારેક કેતન હિંમત હારી બેસે તો સોનલ તેમને હિંમત આપે છે. આ રીતે બંને એક બીજાને હિંમત આપીને જીવન પસાર કરી રહ્યા છે.

 

Next Video