Gujarati VIDEO : રાજકોટમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક્ટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો
22 માર્ચ રાજકોટ શહેરમાં 16 નવા કેસ સામે આવ્યા હતા.જેમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે.ત્યારે હાલ દિવસેને દિવસે વધી રહેલા કેસે આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે.
Corona Case : રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 22 માર્ચ રાજકોટ શહેરમાં 16 નવા કેસ સામે આવ્યા હતા.જેમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલ દિવસેને દિવસે વધી રહેલા કેસે આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગના તબીબોનુ કહેવુ છે કે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે માસ્ક પહેરવા પણ લોકોને જણાવ્યુ છે.
કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 22 માર્ચના રોજ રાજ્યમાં નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે. હવે કોરોનાના એક્ટિવ કેસ 1064એ પહોંચ્યા છે . તો એક દર્દીનું મૃત્યુ થયું હતુ.
જેમાં અમદાવાદમાં 124, અમરેલીમાં 19, મોરબીમાં 17, સુરતમાં 17, રાજકોટમાં 16, મહેસાણામાં 12, વડોદરામાં 09, રાજકોટ જિલ્લામાં 08, સુરત જિલ્લામાં 06, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, આણંદમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01, નવસારીમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તો 98 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે.