Gujarati Video : બનાસકાંઠાના રાજપુરમાં ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત કર્યો
હાલ તો સમગ્ર મામલે પરિણીતાની માતાએ જમાઇ સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે હાલ તો મૃતક પરિણીતાના સાસરિયાના નિવેદન લેવાની શરૂઆત કરી છે. તેમજ આ દુર્ઘટના પાછળ કયા કારણો જવાબદાર હતા તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.
Banaskantha : બનાસકાંઠાના(Banaskantha) કાંકરેજના રાજપુર ગામે ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત(Suicide) કરતા ચકચાર મચી છે.પતિ અને દિયર માર મારતા હોવાથી અને માનસિક ત્રાસ આપતા હોવાથી ધારા ગોસ્વામી નામની પરિણીતાએ ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.દીકરીના કમોતના સમાચાર સાંભળી પરિવાર ભાંગી પડ્યો છે.હાલ તો સમગ્ર મામલે પરિણીતાની માતાએ જમાઇ સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે હાલ તો મૃતક પરિણીતાના સાસરિયાના નિવેદન લેવાની શરૂઆત કરી છે. તેમજ આ દુર્ઘટના પાછળ કયા કારણો જવાબદાર હતા તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: May 26, 2023 09:57 AM