Gujarati Video: રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ, હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદી ઝાપટા રહેવાની શક્યતા
Ahmedabad: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે.
Rain Updates: ગુજરાતને સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ. જીહાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટ્રમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદી ઝાપટા રહેશે પરંતુ સારો વરસાદ પડવાની સંભાવના નહિવત છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાત દિવસ વરસાદી ઝાપટા રહેશે અને સારો વરસાદ હજુ ખેંચાશે.
રાજ્યના ખેડૂતોએ પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાય તો પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 89 ટકા ઓછો વરસાદ રહ્યો. જોકે નર્મદામાં 27 ટકા ઓછો, ખેડામાં 34 ટકા ઓછો, ગાંધીનગરમાં 20 ટકા ઓછો, દાહોદમાં 35 ટકા ઓછો જ્યારે વડોદરા 25 ટકા ઓછો વરસાદ રહ્યો છે. ચાલુ મહિનામાં 21 ઓગસ્ટ સુધી ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટમાં સ્ટ્રોંગ સિસ્ટમ નહિ હોવાથી વરસાદ ઓછો રહ્યો છે. તેની સરખામણીએ જૂન અને જુલાઈમાં સારો વરસાદ રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
