Gujarati Video : લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર મેઘરાજા(Monsoon 2023)એ પધરામણી કરી છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં મેઘમહેર માટે ઉજવાતા ઉત્સવ દરમિયાન રિસાયલે મેઘરાજા ફરી અમી વરસાવતા ધરતીના તાત સહિત સામાન્ય લોકો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચમાં ગુરુવારે રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગે હાલના દિવસોમાં યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત(Gujarat) સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે શુક્રવારે કહ્યું કે ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સારો વરસાદ પડશે. આ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Anand Breaking News : એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત, વૃક્ષ કાપી મૃતદેહ બહાર કઢાયા, જુઓ Video
પશ્ચિમ ભારતના રાજ્યો અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં 8 અને 12 સપ્ટેમ્બરે, ગુજરાતમાં 8 અને 9 સપ્ટેમ્બરે અને મરાઠવાડામાં 8 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે.
ઘણા વિસ્તારોમાં ભગવાન ઈન્દ્રના આશીર્વાદ આખરે વરસાદના રૂપમાં વરસ્યાહતા જેના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા અને ખેતરોમાં કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સારા પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
વિશ્વભરમાં માત્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાનો ભાતીગળ ઉત્સવ મનાવવામાં આવે છે. બે સૈકા અગાઉ છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમા બનાવી પૂજન અર્ચન કાર્ય બાદ ઈન્દ્રદેવે માહેર કરી હતી. આ અવસર બાદ અવિરત દરવર્ષે મેઘરાજાનો ભાતીગળ ઉત્સવ ઉજવાય છે.
વરસાદના અભાવે ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને પડી રહેલા વરસાદે સુકાઈ રહેલા પાકને જીવનદાન આપ્યું છે. ભરૂચમાં સારો વરસાદ વરસતા તહેવાર દરમિયાન રોનક જોવા મળી રહી છે.
Published On - 8:19 am, Sat, 9 September 23