Gujarati Video: કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીથી અનેક વિસ્તારો થયા તબાહ, અનેક લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ઘરવખરી તણાઈ
Vadodara: નર્મદાની જેમ મહિસાગના કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીકાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં કપાસ, મગફળી, તમાકુના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ખેતર અને ગામોમાં પાણી ભરાયા છે. ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
Vadodara : કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક વિસ્તારોમાં તબાહી વેરી છે. નર્મદાની જેમ મહિસાગર નદીના કાંઠા વિસ્તારોમાં પણ લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નદીકાંઠાના ફાજલપુર ગામની હાલત કંઈક એવી છે કે પાણી ઓસર્યા બાદ લોકોની ઘરવખરી તણાઈ ગઈ તો ઘરોમાં ગંદકી અને કાદવ સિવાય બીજુ કંઈજ બચ્યુ નથી. સ્થાનિકોનું કહેવું છે કે અચાનક જ પાણી આવતા ઘર છોડીને ભાગવું પડ્યું હતું. પાણીની ઝડપ એટલી હતી કે લોકોને કંઈ વિચારવાનો સમય જ ન મળ્યો અને મકાનોમાં 10થી 12 ફૂટ સુધીના પાણી ઘુસી ગયા હતા.ગામમાં અનેક ઘરોની ઘરવખરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. હવે બચી છે તો બસ એક સહાયની આશા જે અસરગ્રસ્તો સરકાર પાસે લગાવીને બેઠા છે.
વડોદરાના શિનોરના ગામમાં મહી નદીના પાણીએ ભારે તબાહી મચાવી
આ તરફ વડોદરાના શિનોરના કેટલાક ગામોમાં મહી નદીના પાણીએ ભારે તબાહી મચાવી દીધી છે. ફાજલપુર ગામમાં ઘરવખરીથી લઈ ખેડૂતોનો પાક સંપૂર્ણ તબાહ થઈ ગયો છે. ફાજલપુરના પૂર્વ સરપંચે તંત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, મહી નદીમાંથી પાણી છોડવામાં આવશે તેવી કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. દીનું પાણી અચાનક આવી જતા લોકોને ભાગવું પડ્યુ હતું. સમયસર જાણ કરી હોત તો અમે સ્થળાંતર કરી લીધું હોત. 0થી 40 હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે. સર્વેની અધૂરી કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: Gujarati Video: મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMC કરશે બોમ્બ એટેક, લારવાનો નાશ કરવા બનાવાયા ખાસ બોમ્બ
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો