Gujarati Video : વડોદરામાં પાણીનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ, મનપાના આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ

|

Apr 16, 2023 | 12:39 PM

વડોદરા મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ વડોદરાના અલગ અલગ 4 ઝોનમાં પાણી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. અને અધિકારીઓ દ્વારા પાણી વિક્રેતાને ત્યાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ હજી નમૂનાના રિપોર્ટસ સામે આવ્યા નથી.

વડોદરામાં પાણીનું વેચાણ કરતા વિક્રિતાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જગમાં પાણી સપ્લાય કરતા વિક્રેતાઓ સામે મનપાએ તપાસ હાથ ધરી છે. મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ વડોદરાના અલગ અલગ 4 ઝોનમાં પાણી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. અને અધિકારીઓ દ્વારા પાણી વિક્રેતાને ત્યાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ હજી નમૂનાના રિપોર્ટસ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં અટકાવવા કોર્પોરેશન આવ્યું હરકતમાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં પાલિકાના અધિકારીઓ દ્વારા અતિશયોક્તિ કરી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જો કે મનપાની પાણી વિક્રેતા માટેની કોઈ પણ પ્રકારની પોલિસી નથી. છતા અચાનક દરોડા પાડવાનું કારણ શું હતુ તે જાણી શકાયુ નથી

વડોદરાના પોશ વિસ્તારોમાં મનપાએ આપી પીળા પાણીની સજા !

તો બીજી તરફ વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડની શ્રીનાથ ધામ સોસાયટી, નાથદ્વારા રેસિડેન્સી, તેમજ ગોમતીપુરા સહિતની અનેક પોશ સોસાયટીઓમાં મનપા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીળું તેમજ અત્યંત દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રદૂષિત પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. એક તરફ દુષિત પાણીને કારણે લોકો પરેશાન છે. તો બીજી તરફ આજવા સરોવર સ્ત્રોતમાંથી આવતા પાણીમાં પીળો રંગ કેવી રીતે ભળી ગયો તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video