Gujarati Video: વડોદરાના કોટંબી સ્ટેડિયમ ઈન્ટરનેશનલ મેચ માટે ટૂંક સમયમાં થઈ જશે તૈયાર, બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે કર્યો દાવો
Vadodara: વડોદરાનુ વર્લ્ડ ક્લાસ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ મેચ માટે તૈયાર થઈ જશે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યુ છે કે સ્ટેડિયમનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયુ છે અને હવે માત્ર સરકાર તરફથી પરમિશન મળવાની જ બાકી છે, જેવી પરમિશન મળી જશે એટલે સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચનું પણ આયોજન થશે.
Vadodara: વડોદરાના વર્લ્ડ ક્લાસ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (Kotambi Cricket Stadium) માં ટુંક સમયમાં જ રમાઇ શકે છે ઇન્ટરનેશનલ મેચ. આ દાવો કર્યો છે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના વિમેન્સ ક્રિકેટ એકડમીના ઉદ્દઘાટન સમયે પ્રણવ અમીન અને કિરણ મોરેએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વડોદરાનું વર્લ્ડ ક્લાસ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ ચૂક્યું છે.
હાલ માત્ર ઇન્ટિરિયરનું કામ બાકી છે, બે ત્રણ માસમાં સ્ટેડિયમ સંપૂર્ણ થઈ જાય ત્યારબાદ BCCIમાં એપ્લાય કરવામાં આવશે. સરકાર મંજૂરી આપે તરત ઈન્ટરનેશનલ મેચ રમાવવાની શરૂઆત કરાશે. બીજી તરફ પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ ક્રિકેટ સ્ટેડિયમ પરથી ટૂંક સમયમાં મેચો રમાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યુ કે કોવિડના કારણે કોટંબીનું કામ જલ્દી પૂર્ણ કરી લેવાયુ છે. હવે માત્ર ગવર્નમેન્ટ પરમિશન બાકી છે, જેવી પરમિશન મળે તેવુ તરત જ સ્ટેડિયમન ઈન્ટરનેશનલ મેચ માટે રેડી થઈ જશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો