Gujarati Video : મહેસાણામાં માવઠાથી ખેતરમાં ઉભા પાકને નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

|

Jan 29, 2023 | 9:23 PM

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઇસબગૂલ અને ઘાસચારાને નુકશાન થયું છે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઇસબગૂલ અને ઘાસચારાને નુકશાન થયું છે. જેમાં નુકશાન વળતર મળે એવી ખેડૂતોને સરકાર પાસે આશા છે.

હવામાન વિભાગની આગાહી બાદ મહેસાણા ના વાતાવરણમાં પણ ફેર પલટો આવ્યો છે વાતાવરણ માં આવી રહેલ સતત ફેર પલટા થી ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કયારેક ભારે પવન તો ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ભેજ વારું વાતાવરણ ખેડૂતો નું વેરી બની રહ્યો છે

આ ઉપરાંત બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયુ વાતાવરણ છે ઠંડી પણ વધુ પડી રહી છે અને હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે ગત રાત્રે કમોસમી વરસાદ પણ પડ્યો છે વરસાદની ખેડૂતોની ચિંતા તો હતી જ કે વરસાદ થશે તો મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડશે ત્યારે ગત રાત્રે પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોએ રાયડા,વરીયાળી, બટાટા જેવા પાકોની કાપણી કરી હતી અને તે ખુલ્લામાં ખેતરમાં પડ્યા હતા તેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો : Paper Leak : મોકૂફ રાખવામા આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 100 દિવસમાં જ લેવાશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત

Next Video