Gujarati Video : બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ચિંતા

|

Mar 04, 2023 | 10:25 PM

ગુજરાતમાં રાજ્યમાં પથરાયેલા 800 થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે.આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. જેમાં આજે ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગઢડા શહેર સહિત ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે..ગઢડા, ઢસા, પાટણા તાલુકામાં માવઠું પડ્યું છે..વિકળિયા રસનાળ સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ઢસા વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાયો છે..માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ  આગામી 48 કલાકમાં વરસાદી સિસ્ટમ બરાબર સક્રિય થઈ જશે, તે પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટા પ્રમાણે આજે સવારે અરવલ્લી, દાહોદ, ઝાલોદ અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાયો હતો.

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણની આગાહી

આ દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય હોવાને કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. તેમને જણાવ્યું હતું કે ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે.

વરસાદથી સિસ્ટમથી વાતાવરણમાં ભેજ સર્જાશે

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે અને રાજ્યમાં દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ પ્રકોપ જોવા મળશે. આજે રાજ્યમાં સુરત 38. 8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું

Next Video