Gujarati Video: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Gujarati Video: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી, આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:11 AM

Weather Updates: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે જેમા કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વખત માવઠું પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યના કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસી શકે છે તો વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ માવઠું પડી શકે છે. બીજી તરફ રાજ્યના અનેક શહેરોમાં ગરમી વધવાથી તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી શકે છે. આ વર્ષે સામાન્ય કરતા 4 થી 6 ડિગ્રી વધુ ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

ગરમીને કારણે બહાર ન જવા અપીલ

હવામાન વિભાગે સાવચેતીના પગલાં અંગે જણાવ્યું હતું કે આકરી ગરમી પડે ત્યારે લોકોએ બહાર ન નીકળવું જોઈએ. સાથે જ ખેડૂતોએ ગરમીમાં જે પાક સારા થાય તેની ખેતી કરવી જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

અલ નીનોની અસર ન્યૂટ્રલ રહેશે

હવામાન વિભાગ દ્વારા જણાવાવમાં આવ્યું હતું કે આ વર્ષે હાલની પરિસ્થિત જોતા અલ નીનોની અસર ન્યૂટ્રલ રહેશે . નોંધનીય છેકે અલ નીનો વરસાદને ખેંચી જાય છે જ્યારે લા નીનોની પરિસ્થિતિ વરસાદ લાવવા માટે સાનૂકુળ રહે છે. હાલ તો અલ નીનોની પ્રિ મોન્સૂનને લઇને કોઈ નકારાત્મક અસર નથી.

 

g clip-path="url(#clip0_868_265)">