Surat: PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સમર્થ તાલીમ યોજનામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. ટેકસ્ટાઈલ મંત્રી દર્શના જરદોશ દ્વારા સુરતની મહિલાઓને રોજગારી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા. સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા 60 જેટલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી.
સુરતના અલગ-અલગ 8 ઝોનમાં યોજના શરૂ કરાઈ છે. તૈ પૈકી 480 બહેનો એક બેંચમાં તાલીમ લે છે. એક તાલીમ કેન્દ્રમાં 60 મહિલાઓને 6 ટીચરે તાલીમ આપી. ટ્રેનિંગ લેનારને 45 દિવસ બાદ 13 હજાર 500 મળશે. મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડ વર્ક અને જરદોશી વર્કને દેશ વિદેશ એરપોર્ટ ખાતે પ્રદર્શનમાં મુકાય છે. સામગ્રી વેચી જે રૂપિયા આવશે તે મહિલાને આપવામાં આવશે.
આ પણ વાંચો: Gandhinagar: OBC અનામત બિલ વિધાનસભામાં થયુ પાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે OBC સમાજને 27 ટકા અનામત
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો