Gujarati Video : રાજકોટ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક, રૂપિયા ભરેલો થેલો ફેંકતો સીસીટીવી Video સામે આવ્યો

|

Mar 26, 2023 | 8:16 PM

ગુજરાતના રાજકોટમાં રાજકોટ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં રૂપિયા ભરેલો થેલો ફેંકતા સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. જેમાં જે.એમ બિશ્નોઈના ભત્રીજો રૂપિયા ભરેલો થેલો લેતો હોય તેવા CCTVમાં કેદ થયો છે. જેમાં બિલ્ડિંગમાંથી રૂપિયા ભરેલો થેલો ભત્રીજા તરફ ફેંકવામાં આવ્યો છે. થેલામાંથી રૂપિયાના બંડલ નીચે પડતા દ્રશ્યો થયા CCTVમાં કેદ થયા છે.

ગુજરાતના રાજકોટમાં  ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં રૂપિયા ભરેલો થેલો ફેંકતા સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. જેમાં જે.એમ બિશ્નોઈના ભત્રીજો રૂપિયા ભરેલો થેલો લેતો હોય તેવા CCTVમાં કેદ થયો છે. જેમાં બિલ્ડિંગમાંથી રૂપિયા ભરેલો થેલો ભત્રીજા તરફ ફેંકવામાં આવ્યો છે. થેલામાંથી રૂપિયાના બંડલ નીચે પડતા દ્રશ્યો થયા CCTVમાં કેદ થયા છે. આ થેલો બિશ્નોઈની પત્નીએ ફેંક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ અગાઉ પણ પાડોશીના ઘરેથી રૂપિયા ભરેલો થેલો મળી આવ્યો હતો. આ કેસમાં કુલ બે થેલામાંથી 1 કરોડ રૂપિયાની રકમ પોલીસે જપ્ત કરી હતી. જ્યારે લાંચ કેસમાં પકડાયા બાદ રૂપિયા સગેવગે કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જવલરામ બિશ્નોઈ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ

રાજકોટમાં ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જવલરામ બિશ્નોઈ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.પરિવારજનોના આક્ષેપ બાદ આ મામલો ગંભીર બન્યો છે. માહિતી મુજબ ઈન્ટ્રોગેટ કરનાર CBI ની ટીમ પણ તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જવમલ બિશ્નોઈ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. CBI ને બિશ્નોઈ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ  બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

મહત્વનું છે કે CBI દ્રારા બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 50 લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.જે બાદ તેમનાબેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદની સ્થાપનાનું મહત્વનું સ્મારક માણેક બુરજ, જાણો તેના નિર્માણની રસપ્રદ કહાની

Published On - 8:14 pm, Sun, 26 March 23

Next Video