Gujarati Video : કચ્છના કંડલા દિનદયાળ પોર્ટ પર ટ્રાન્સપોર્ટરોની હડતાળની ચિમકીથી પરીવહન સેવા ખોરવાવાની સંભાવના

|

Feb 10, 2023 | 12:38 PM

ટ્રાન્સપોર્ટર પોતાનું પરીવહન બંધ રાખી હડતાળ પર ઉતરશે. કંડલા પોર્ટના ડમ્પર એસોસિએશનના પ્રમુખનો આક્ષેપ છે કે ટેગ સર્વિસ, લેબર પાસ, કેન્ટીન સહિતના મુદ્દે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.

કચ્છના કંડલા દિનદયાળ પોર્ટ પર આયાત અને નિકાસ કરતા તમામ ટ્રકના માલિકોએ પોતાની વિવિધ પડતર માગને લઇ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રાન્સપોર્ટર પોતાનું પરીવહન બંધ રાખી હડતાળ પર ઉતરશે. કંડલા પોર્ટના ડમ્પર એસોસિએશનના પ્રમુખનો આક્ષેપ છે કે ટેગ સર્વિસ, લેબર પાસ, કેન્ટીન સહિતના મુદ્દે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોર્ટ પ્રસાશન તરફથી કોઇ પણ પ્રકારનો નિર્ણય કે ઉકેલ લવવામાં આવ્યો નથી. જેથી હવે ટ્રાન્સપોર્ટરોએ આયાત નિકાસનું તમામ પરીવહન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Gujarat News: 42 લાખની રોકડ, દાગીના, મોંઘી ઘડિયાળો… ગુજરાતમાં CGST અધિકારીના ઘરે CBIના દરોડામાં ઘણું બધું મળ્યું

થોડા સમય પહેલા નવસારી શહેર અને જિલ્લામાં CNG પંપ સંચાલકો એક દિવસની પ્રતિક હડતાળ પર ઉતર્યા હતા, જોકે સાંજ પડતા આ પ્રતિક હડતાળ પૂર્ણ કરવામાં આવી હતી. આ હડતાળમાં નવસારી શહેર અને જિલ્લાના તમામ CNG પંપ સંચાલકો જોડાયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક રીક્ષા ચાલકો પણ CNG ન મળતા અટવાઈ ગયા હતા તેમજ સ્કૂલવર્ધી વાનના ચાલકોને પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

આ અગાઉ પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં વડોદરામાં સ્કૂલવર્ધીના વાહન ચાલકોએ પણ હડતાળ કરી હતી. સ્કૂલવર્ધીના વાહનચાલકો RTO અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. વડોદરાની સાથે સાથે અમદાવાદમાં પણ સ્કૂલવર્ધીના કેટલાક ડ્રાઈવર હડતાળ ઉતર્યા હતા.

Next Video