Gujarati Video: મહેસાણામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વધુ એક વ્યક્તિને અડફેટે લેતા પહોંચાડી ગંભીર ઈજા

| Edited By: | Updated on: Apr 25, 2023 | 9:55 AM

Mehsana: મહેસાણામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત 42 વર્ષિય શખ્સને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ મુકી છે. મહેસાણાના ઊંઝામાં વધુ એક વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. ઊંઝામાં 42 વર્ષિય વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. જેમા તેમને ગંભીર ઈજા પહોંચી છે. ઘટના ખજૂરી પોળ વેરાઈ માતાના મંદિર નજીકની છે. જ્યાં મોડી રાત્રે ચોકમાંથી પરત ફરતી વખતે રખડતા ઢોરે અડફેટે લેતા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ અગાઉ પણ એક મહિલાને રખડતા ઢોરે અડફેટે લીધા હતા.

રખડતા ઢોર પર ક્યારે કસાશે લગામ ?

દિવસે દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી. અવારનવાર રખડતા ઢોરનો લોકો ભોગ બની રહ્યા છે. હાઈકોર્ટે પણ આ અંગે સુઓમોટો લઈ રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા અંગે નક્કર કામગીરીના નિર્દેશ આપ્યા છે. છતા હજુ સુધી તંત્ર આ સમસ્યાનો ઉકેલ નથી લાવી શકયુ. રોજ કોઈને કોઈ શહેરમાં નિર્દોશ નાગરિકો, બાળકો રખડતા ઢોરની અડફેટે આવતા ઈજાગ્રસ્ત બની રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો મોતના બનાવો પણ સામે આવ્યા છે છતા તંત્રની હજુ સુધી આંખ ખૂલતી નથી.