Gujarati Video: નરોડામાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત, ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે બની ઘટના

Gujarati Video: નરોડામાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત, ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે બની ઘટના

| Edited By: | Updated on: Sep 09, 2023 | 10:06 PM

Ahmedabad: અમદાવાદના નરોડામાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ પર એકાએક માટી ધસી પડી હતી જેમા એક મહિલા સહિત ત્રણ શ્રમિકોના દટાવાથી મોત નીપજ્યા છે. વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

Ahmedabad: અમદાવાદમાં હ્રદયદ્નાવક ઘટના સામે આવી છે. નરોડામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 શ્રમિકના મોત નીપજ્યા. છે. નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના ઘટી હતી. બાંધકામ કરતી વખતે માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા. જેમા સારવાર દરમિયાન ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. રિંગ રોડ પર આવેલી બાંધકામ સાઈટ પર ગઇકાલે રાત્રે પડેલા વરસાદને કારણે માટી ધસી પડી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે.

 ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત

અન્ય મજૂરોએ  ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી હતી.  દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. અન્ય મજૂરોએ તેમનુ કામ અટકાવી દઈ માટી નીચે દટાયેલા શ્રમીકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે ગૂંગળાઈ જવાને કારણે ત્રણ  શ્રમિકના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરિપત્રનો કોંગ્રેસ દ્વારા વિરોધ, ઓપન સ્કૂલિંગ પ્રોજેક્ટને ટ્યુશન પદ્ધતિને વેગ આપનારો ગણાવ્યો

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 09, 2023 10:01 PM