Gujarati Video: ટ્રેન આવી ગઈ તો પણ ફાટક બંધ ન થયું, પછી શું થયું તેનો જુઓ વાયરલ Video

Gujarati Video: ટ્રેન આવી ગઈ તો પણ ફાટક બંધ ન થયું, પછી શું થયું તેનો જુઓ વાયરલ Video

| Edited By: | Updated on: Mar 25, 2023 | 5:48 PM

ગાડી આવવાના સમયે અહીં એટલો બધો ટ્રાફિક જામ થયો હતો કે વચ્ચે અટવાયેલા ટેમ્પા અને કારના કારણે ફાટક બંધ જ નહોતું થઈ શક્યુ, જોકે ટ્રેન તો નજીક આવતી જતી હતી આથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

પંચમહાલ જિલ્લાના જાફરાબાદમાં રેલવે ફાટક પાસે ટ્રેન આવી ગઈ હતી. જોકે તેમ છતાં ફાટક બંધ થયું નહોતું. આવા સમયે મોટી દુર્ગઘટના બનતા ટળી ગઈ હતી. સમગ્ર ઘટના એવી હતી કે પંચમહાલ જિલ્લાના જાફરાબાદ પાસે ટ્રેન આવતી હોવાની સૂચના મળતા ફાટક મેન ફાટક બંધ કરવા માટે આવ્યા હતા.

ટ્રાફિક જામના કારણે ફાટક ન થયું બંધ

પરંતુ ગાડી આવવાના સમયે અહીં એટલો બધો ટ્રાફિક જામ થયો હતો કે વચ્ચે અટવાયેલા ટેમ્પા અને કારના કારણે ફાટક બંધ જ નહોતી થઈ શકી. જોકે ટ્રેન તો નજીક આવતી જતી હતી. ફાટક મેન અને પાટાની વચ્ચો વચ ટ્રાફિકમાં અટવાયેલા લોકોના થોડી વાર તો જીવ અધ્ધર થઈ ગયા હતા, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

ટ્રેનના ડ્રાઇવરે અટકાવી ટ્રેન

જોકે આ દરમિયાન જાગૃત નાગરિકોએ વચ્ચે આવીને ટ્રાફિક દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી નિભાવી હતી તો બીજી તરફ ડ્રાઇવરે પણ સમય સૂચકતા વાપરીને ટ્રેન અટકાવી દીધી હતી. આમ સમગ્ર પરિસ્થિતિમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને ફાટક મેન સહિત પાટા ઉપર ટ્રાફિકમાં ફસાયેલા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

હાલ અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલે છે

નોંધનીય છેકે પંચમહાલના જાફરાબાદ ફાટક પાસે હાલ અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના લીધે ઘણો ટ્રાફિક જામ થતો હોય છે. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.