Gujarati Video: ગરમીથી નહીં ભ્રષ્ટાચારથી ઓગળ્યો રસ્તો! ડામર ઉપર રેતી નાંખીને ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયાસ

આ સમગ્ર અહેવાલ TV9 ગુજરાતીમાં પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું અને રેતી નાખીને ઓગળી રહેલા ડામને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ વધુ એક વાર TV9ના એક અહેવાલે રહીશોની મુશ્કેલીનો અંત લાવી દીધો છે.

| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:20 PM

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધીનો રસ્તો રહીશો માટે મુશ્કેલીનો રસ્તો બન્યો હતો. અહીંથી રસ્તો પસાર કરતા રહીશોને નાકે દમ આવી જતો હતો. આ મુશ્કેલી પાછળનું કારણ હતું કે અહીં સામાન્ય ગરમીમાં પણ રસ્તા ઉપરનો ડામર ઓગળવા માંડતો હતો. વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ તંત્રએ બનાવેલા રસ્તાનો ડામર સામાન્ય ગરમીમાં ઓગળી રહ્યો હતો જેના કારણે અવરજવર કરતા લોકોના વાહન અને પગરખાં ચોંટી જતા હતા.

જોકે આ સમગ્ર અહેવાલ TV9 ગુજરાતીમાં પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું અને રેતી નાખીને ઓગળી રહેલા ડામને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ વધુ એક વાર TV9ના એક અહેવાલે રહીશોની મુશ્કેલીનો અંત લાવી દીધો છે. આ રીતે લોકોની મુશ્કેલી દૂર કરવા ફરી એકવાર TV9નો અહેવાલ અસરદાર સાબિત થયો છે અને સફાળા જાગેલા તંત્રએ પોતાનું પાપ છૂપાવવા માટે રસ્તા પર રેતી નાખી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધીનો રસ્તો રહીશો માટે મુશ્કેલીનો રસ્તો બન્યો હતો. અહીંથી રસ્તો પસાર કરતા રહીશોને નાકે દમ આવી જતો હતો. આ મુશ્કેલી પાછળનું કારણ હતું કે અહીં સામાન્ય ગરમીમાં પણ રસ્તા ઉપરનો ડામર ઓગળવા માંડતો હતો.

અહીં સવાલ એ સર્જાય કે શું આ સ્થિતિ મનપાના અધિકારીઓના ધ્યાને નહોતી અને કેમ આવા રસ્તાઓ બનાવનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી. શું ખરેખર રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવ્યું છે. શું આવા રસ્તાઓને વિકાસનો પર્યાય ગણી શકાય?

શું વડોદરાનું મનપા તંત્ર રસ્તાના કોન્ટ્રક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરશે. સવાલો અનેક છે, દર વર્ષે આવી ઘટનાઓ સામે આવે છે પરંતુ કાર્યવાહીના બદલે માત્ર રેત નાખીને પોતાનું પાપ છુપાવી દે છે. ત્યારે આશા રાખીએ ઉનાળો માથે છે ત્યારે આવી ઘટનાઓ ફરી ન સર્જાય તેનું ધ્યાન જવાબદારો રાખે.