Gujarati Video: સુરેન્દ્રનગરના ઢાંકી ગામના લોકોની મહેનત લાવી રંગ, ઉનાળામાં ખાલી થઈ જતુ તળાવ જાત મહેનતથી ભર્યુ, જુઓ Video
Surendranagar: સુરેન્દ્રનગરના ઢાંકી ગામના લોકોની મહેનત રંગ લાવી છે. દર ઉનાળાએ ઢાંકી ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે ગામલોકોએ તળાવ ભરવા અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ છતા તળાવ ન ભરતા ગામલોકોએ જાતમહેનતથી તળાવ ભરવાનુ શરૂ કર્યુ હતુ.
કહેવાય છે ને કે જાત મહેનત જિંદાબાદ. બીજાની અપેક્ષા રાખવા કરતા સ્વબળે કામ કરવામાં આવે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય છે. સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામે આવું જ કંઈક જોવા મળ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તળાવ ખાલી થઈ જતા પશુ અને ગામના લોકોને પાણી માટે બહુ જ તકલીફ પડતી હતી.
આ પણ વાંચો: Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઉમય નદીના પાણીથી તળાવ ભરવા માટે સરપંચને વારંવાર રજૂઆત કરી ગ્રામજનો થાકી ગયા. બાદમાં ઢાંકી ગામના લોકોએ તંત્ર પર આધાર રાખવાના બદલે જાત મહેનતથી તળાવ ભરવાનું શરૂ કરી દીધું. 150 લોકોએ રેતી ભરેલી બોરી મુકી નદીના પાણીથી તળાવમાં ભર્યું હતું. પાંચ દિવસની મહા મહેનત બાદ અમૃત સરોવર તળાવ છલોછલ ભરાઈ ગયું. હાલમાં ગરમીના સમયમાં પાણીની સમસ્યા હલ થતા અને તળાવ ભરાઈ જતા ગ્રામજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…