Gujarati Video : ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ઉમટ્યા ભક્તો, વિધિવત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યુ

|

Mar 22, 2023 | 1:21 PM

અમદાવાદના (Ahmedabad) નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી હતી.

ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે અને ભક્તો પૂજા દાન પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાઈન લાગી હતી.

આ પણ વાંચો-Navratri 2023 : આજે નવરાત્રીના પહેલા દિવસે કેવી રીતે કરવી મા શૈલપુત્રીની પૂજા, જાણો સંપૂર્ણ રીત

પહેલા નોરતે મા શૈલીપુત્રીના અવતારમાં ભદ્રકાળી માતાનો શણગાર કરવામાં આવ્યો છે. વિધિવત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીનો એક વિશેષ મહિમા છે. માતાજીની કૃપા મેળવવા ભક્તો પણ યથાશક્તિ ભક્તિ કરીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આજે ચૈત્ર માસની શુક્લપક્ષની પ્રતિપદાથી આ મહા પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે, દેવી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાની વિધિ છે, જેને પુરાણોમાં હિમાલયની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે, જેને પર્વતોનો રાજા કહેવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

Published On - 12:52 pm, Wed, 22 March 23

Next Video