Gujarati Video: સરકારી અનાજના કૌભાંડીઓ હવે સાણસામાં, અનાજ સગેવગે કરનારાના કેસ રિ-ઓપન થશે

| Edited By: | Updated on: Apr 28, 2023 | 8:48 PM

નોંધનીય છે કે થોડા સમય પહેલા અનાજ સગેવગે કરવાની ઘટના સુરત તેમજ પોરબંદરમાંથી પણ સામે આવી હતી. ગુજરાતમાં  સરકારી અનાજ સગેવગે કરવાનો અનાજ માફિયાઓ જાણે વેપલો ચલાવી રહ્યા છે.

ગરીબોનો કોળિયો ઝૂંટવનારા પર તવાઈ નક્કી છે. સરકારી અનાજ સગેવગે કરનારાના કેસ રિ-ઓપન થશે. સરકારી અનાજના કૌભાંડની તપાસ માટે નિમાયેલી SITએ કેસ રિ-ઓપન કરવાની ભલામણ કરી છે. અસંખ્ય કેસમાં અનાજ કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી જણાતા SITએ ફરીથી તપાસ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો Rajkot: સીટી બસ સર્વિસ ખાડે ગઇ, બેફામ પ્રદૂષણ ફેલાવતા હોવાનું સામે આવ્યું, જુઓ Video

2017થી 2022 સુધી સમગ્ર રાજ્યમાં થયેલા કેસ પૈકી 83 કેસ રિ-ઓપન થશે. આ કેસમાં SITની ભલામણ મુજબ કાર્યવાહી થશે. ગુરુવારે SITના સભ્યોની મળી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા અનાજ સગેવગે કરવાની ઘટના સુરત તેમજ પોરબંદરમાંથી પણ સામે આવી હતી. ગુજરાતમાં સરકારી અનાજ સગેવગે કરવાનો અનાજ માફિયાઓ જાણે વેપલો ચલાવી રહ્યા છે.

અનાજ માફીયાઓ ગેરકાયદે રીતે સરકારી અનાજને બારોબાર વેચી મારતા હોવાનો વધુ એક કિસ્સો પોરબંદરના કુતિયાણાથી સામે આવ્યો હતો. જ્યાં સરકારી અનાજ સગેવગે કરી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીને આધારે કુતિયાણા નજીક દેવાંગી હોટલ પાસેથી 422 ગુણી ચોખા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે આ ટ્રકના ડ્રાઈવરને ઝડપી તેની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 28, 2023 08:46 PM