Gujarati Video: Tapi- હજારોની સંખ્યામાં દૂધ સંજીવના યોજના હેઠળના દૂધના પાઉચ નદીમાંથી મળી આવ્યા

|

Mar 10, 2023 | 4:53 PM

Tapi: તાપીના વાલોડ ગામેની મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચ મળી આવ્યા છે. હજારથી વધુ દૂધના પાઉચ આ રીતે ફેંકી દેવાયેલા મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઘટનાને પગલે વાલોડ આઇ.સી.ડી.એસ. વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી છે.

તાપીના વાલોડ તાલુકાના તીતવા ગામેથી મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના હજારોની સંખ્યામાં દૂધના પાઉચો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી હતી. જેમા આ દૂધના પાઉચ પ્રાથમિક શાળામાં આપવામાં આવતા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. સમગ્ર મામલે વાલોડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને જાણ કરાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ દૂધના પાઉચ પ્રાથમિક શાળામાં આપવામાં આવતા દૂધ સંજીવનીના હોવાનું માલુમ પડતા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આદિવાસી વિસ્તારમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત સુમુલ સાથે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે બાળકો સુધી દૂધના પાઉચ પહોંચવાની જગ્યાએ નદીમાંથી મોટી સંખ્યામાં દૂધના પાઉચ મળી આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગામના સરપંચે પણ આ મામલે તપાસની માગ કરી છે.

આ પણ વાંચો: તાપી : વાલોડમાં ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત સરકારે શરુ કરી ટેન્ટ શાળા, નાસ્તા પેટે બાળક દિઠ માત્ર 5 રૂપિયા ફાળવ્યા

છેવાડાના ગરીબ અને આદિવાસી વિસ્તારના બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવના યોજના કાર્યરત છે. ત્યારે શાળામાં બાળકોને આપવામાં આવતા દૂધના પાઉચ ફેંકી દેવાયા હોવાનો ખૂલાસો થયો છે. આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓને રિપોર્ટ કરાયો છે અને દૂધના પાઉચ કોણે ફેંક્યા અને ક્યા કારણોસર ફેંકી દેવાયા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Published On - 4:51 pm, Fri, 10 March 23

Next Video