Gujarati Video : સુરતમાં એસીબીએ સેન્ટ્રલ GSTના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

|

Mar 29, 2023 | 11:41 PM

સુરત એક વેપારીએ GST નંબર મેળવવા માટે ઓન લાઇન અરજી કરી હતી. ત્યાર બાદ તેના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવાઓની ખરાઇ કરવા માટે તે CGST અધિકારી રંજીત કુમારને મળ્યો હતો અને રંજીત કુમારે તેમની પાસે રૂપિયા ત્રણ હજારની લાંચની માંગણી કરી હતી.

સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST અને એક્સાઇઝના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. સેન્ટ્રલ GST અને એક્સાઇઝ વિભાગના વર્ગ-2નો અધિકારીને રૂ 1500ની લાંચ લેતા ઝડપી પાડયો છે.GST રજીસ્ટ્રેશન નંબર મેળવવા ફરિયાદી પાસે CGST ના અધિકારીએ લાંચ માંગી હતી. સુરતમાં CGST વિભાગના ક્લાસ ટુ ઓફીસર સુપ્રિટેન્ડન્ટને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મહિને હજારો રૂપિયા પગાર લેનારા સુપ્રિટેન્ડન્ટ ઝડપાતા CGST વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.સુરત ખાતે નાનપુરા બહુમાળી બિલ્ડીંગ સામે આવેલી સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર કચેરીમાં ડિવિઝન-1 રેન્જ-3માં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા રંજીત કુમાર ક્રિષ્ના કુમાર શાહ રૂ 1500 રૂપિયાની લાંચ માંગવા જતા ACB ના છટકામાં ભેરવાઈ ગયા છે.

ફરિયાદીને હેતુલક્ષી વાતચીત કરાવીને લાંચની રકમ સ્વીકારવા માટે બોલાવ્યો હતો.

સુરત એક વેપારીએ GST નંબર મેળવવા માટે ઓન લાઇન અરજી કરી હતી. ત્યાર બાદ તેના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવાઓની ખરાઇ કરવા માટે તે CGST અધિકારી રંજીત કુમારને મળ્યો હતો અને રંજીત કુમારે તેમની પાસે રૂપિયા ત્રણ હજારની લાંચની માંગણી કરી હતી. જો કે, વેપારીએ થોડી રકઝક કરતા આખરે રંજીત કુમાર રૂપિયા 1500 લેવા રાજી થયો હતો. વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ACBમાં ફરિયાદ કરી હતી. એસીબીના અધિકારીઓએ ખરાઇ કરી અને છટકું ગોઠવ્યું હતું. તેમજ લાંચ માંગનારા સીજીએસટી વિભાગના સુપ્રિટેન્ડન્ટ રંજીત કુમાર સાથે ફરિયાદીને હેતુલક્ષી વાતચીત કરાવીને લાંચની રકમ સ્વીકારવા માટે બોલાવ્યો હતો.

રણજીત શાહ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી

જેમાં નક્કી થયા પ્રમાણે રંજીત કુમારે ફરિયાદીને સુરત રેલવે સ્ટેશન દિલ્હી ગેટ ફ્લાય ઓવર બ્રીજ નીચે આવેલા કૈલાસપતિ મહાદેવ મંદિર પાસે બોલાવી અને લાંચની રકમ સ્વિકારી હતી. અગાઉથી ખાનગી વેશમાં ઉપસ્થિત એસીબીના અધિકારીઓએ તુરંત રંજીત કુમારને રૂપિયા 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACB દ્વારા અધિકારી રણજીત શાહ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ પણ વાંચો : Ahmedabad: બોડકદેવ પોલીસે મંદિરને ટાર્ગેટ કરી ચોરી કરતા યુવકની ધરપકડ કરી, અનેક ચોરીઓનો ભેદ ઉકેલ્યો

Published On - 11:25 pm, Wed, 29 March 23

Next Article