Gujarati Video: બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં થયો પથ્થરમારો, એક જ સમાજના બે જૂથના વરઘોડા આવ્યા સામસામે
Arvalli: બાયડના તાલુકાના પુંજાપુર ગામમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો થયો. જેમા એક જ સમાજના બે જૂથના વરઘોડા સામસામે આવી ગયા હતા. આ પથ્થરમારામાં અનેક મહિલાઓ અને પુરુષો ઘાયલ થયા.
અરવલ્લી બાયડ તાલુકાના પુંજાપુર ગામમાં લગ્નપ્રસંગમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. અરવલ્લીના બાયડના વસાદરા ગાબટ પાસે આવેલા પૂજાપુર ગામે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. દરમિયાન લગ્ન નિમિતે ગામના જ બે વરઘોડા સાથે હતા. એક વરઘોડો જતો હતો જ્યારે બીજો વરઘોડો દીકરીના લગ્ન હોઈ જાન લઈને આવી રહ્યો હતો.
આ પણ વાંચો: ARVALLI : બાયડના અપક્ષ ધારાસભ્યે TDO વિરુદ્ધ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જુઓ Video
દરમિયાન ડીજેને લઈને ઘર્ષણ થઈ ગયું અને મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, પથ્થરમારો, ડંડાઓ, લાકડીઓ જે હાથમાં આવ્યું તેનાથી મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાના કેટલાક દ્રશ્યો સ્થાનીકોએ મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પણ હવે સ્થળ પર આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાત સહિત અરવલ્લીમાં જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
