AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અરવલ્લીમાં ઘરફોડ ચોરીની ઘટના, 5 દુકાનના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો આતંક

Gujarati Video: અરવલ્લીમાં ઘરફોડ ચોરીની ઘટના, 5 દુકાનના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો આતંક

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 7:13 PM
Share

અરવલ્લીમાં ઈલેક્ટ્રિક, મેડિકલ, પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના બની હતી. પોલીસને આ ઘટના અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પોલીસનો જાણે દર જ નહીં રહ્યો હોય તેવી રીતે ચોરીને અંજામ આપવાના બનાવો બની રહ્યા છે, જેમાં અરવલ્લીના માલપુરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. અરવલ્લીમાં તસ્કરોએ રાત્રિ દરમ્યાન એકસાથે 5 દુકાનના તાળા તોડી રીતસરનો આતંક મચાવી દીધો છે. માલપુરમાં બસ સ્ટેશન સામે આવેલી ઈલેક્ટ્રિક, મેડિકલ, અને પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનોમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી દીધા, બપોર પડતા જ રસ્તા સૂમસામ

રાત્રિ દરમ્યાન આ તસ્કરો વિવિધ દુકાનો પર ત્રાટક્યા હતા. સવારે ઘટનાની જાણ દુકાન માલિકોને થતાં દુકાન માલિકો ચિંતામાં મુકાયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હાલ તો સમગ્ર મામલે માલપુર પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પહેરેદારી વચ્ચે બનતી આવી ચોરીની ઘટનાને લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ગુજરાત સહિત અરવલ્લીમાં જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">