Gujarati Video : ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટમાં સરકારનું નોટિફિકેશન રેકોર્ડ પર મુકાયું

|

Mar 28, 2023 | 4:46 PM

ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર ગંદકીનો વિવાદને લઇને હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રાજ્ય સરકારનું નોટિફિકેશન રેકોર્ડ પર મુકાયું છે. જેમાં અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશ, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પણ પ્રતિબંધ છે

ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર ગંદકીનો વિવાદને લઇને હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રાજ્ય સરકારનું નોટિફિકેશન રેકોર્ડ પર મુકાયું છે. જેમાં અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના ઉત્પાદન, પેદાશ, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. તેમજ ગમે ત્યાં પ્લાસ્ટિકના રેપર કે કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ છે. આ ઉપરાંત મુલાકાતીઓના આરોગ્ય પર જોખમ ઉભું થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ગંદકીના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ શબરીમાલા, વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા પરથી બોધપાઠ લેવા હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.

ગિરનાર પર્વત પર સ્વચ્છતાને લઇને 7 સભ્યોની કમિટીની રચના

ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગિરનાર લાખો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે.વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં શિશ ઝુકાવવા આવે છે.પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આસ્થાનું આ કેન્દ્ર જાણે કે ગંદકીનો ઢગ બની ગયું છે.આ જ કારણ છે કે તાજેતરમાં આ અંગે નામદાર હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી છે.ત્યારબાદ તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર સ્વચ્છતાને લઇને 7 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે..આ કમિટી ગિરનાર પર સ્વચ્છતાને લઇને શું કામગીરી કરાઇ અને આવનારા સમયમાં શું કામગીરી કરાશે તે બાબતનો અહેવાલ તૈયાર કરી હાઈકોર્ટ અને સરકારને સોંપશે.ત્યારે હાલમાં જ આ કમિટીના સભ્યોએ ગિરનાર પર્વતની મુલાકાત લઇ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.

આ પણ વાંચો : Gujarati Video : કોર્ટના બહાને મને મારી નાખવાનો પ્રયાસ: અતીક અહેમદ, જુઓ Video

Published On - 11:21 pm, Sun, 26 March 23

Next Video