Gujarati Video : ખેડા નક્લી માર્કશીટ કૌભાંડમાં થશે ચોંકાવનારા ખૂલાસા, LCBએ દિલ્હીથી પકડેલા ભેજાબાજના આજે મેળવાશે રિમાન્ડ

|

Apr 25, 2023 | 2:17 PM

Kheda: ખેડા નક્લી માર્કશીટ કૌભાંડમાં નવા ચોંકાવનારા ખૂલાસા થઈ શકે છે. ખેડા LCBએ બોગસ માર્કશીટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી દહેરાદુનથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો અને અમદાવાદમાં શિક્ષકની નોકરી કરી ચુક્યો છે.

નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ કૌભાંડમાં ખેડા LCBને મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલી ખેડા પોલીસે નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજની ધરપકડ કરી છે. ખેડા LCBની ટીમે ડૉ.અખિલેશ પાંડેની દિલ્લીથી ધરપકડ કરી છે. આરોપીને ઝડપી લેવા માટે LCBએ ફિલ્મી ઢબે છટકું ગોઠવ્યું હતું અને મુખ્ય સૂત્રધાર અખિલેશને ઉતરાખંડના દહેરાદુનથી દિલ્લી બોલાવ્યો હતો. દિલ્લી આવ્યા બાદ પોલીસે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ભેજાબાજ દહેરાદુનથી ચલાવતો હતો નક્લી માર્કશીટનું નેટવર્ક

મહત્વપૂર્ણ છે કે આરોપી અખિલેશ ઉત્તરાખંડના દહેરાદુનથી નકલીનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ હવે LCBએ આરોપી અખિલેશના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી. શક્યતા છે કે પોલીસ તપાસમાં માર્કશીટ કૌભાંડમાં મોટા ખુલાસા થઇ શકે છે.

રિમાન્ડ બાદ સામે આવશે ચોંકાવનારા ખૂલાસા

મુખ્ય ભેજાબાજ અખિલેશની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર કૌભાંડમાં તપાસ શરૂ કરશે. પોલીસ તપાસના મુદ્દાઓ પર નજર કરીએ તો નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે ? અત્યાર સુધી મુખ્ય આરોપી અખિલેશ ક્યાં છૂપાયો હતો ?નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ કેટલા લોકોને આપ્યા ? નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કેટલા રૂપિયામાં કાઢી આપતા હતા ? કેવી રીતે આરોપી નકલી માર્કશીટ-સર્ટીફીકેટ બનાવતો હતો? વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે

આ પણ વાંચો: Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી

ભેજાબાજ હોટેલ મેનેજમેન્ટનો ટ્રેનર

અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સર્ટીફીકેટ અને માર્કશીટ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ અખિલેશ પાંડે છે. અખિલેશ ફોન દ્વારા હરીશ શર્મા પાસે માર્કશીટ બનાવડાવતો હતો. અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે અને આણંદ-અમદાવાદમાં શિક્ષકની નોકરી પણ કરી ચૂક્યો છે. ભેજાબાજ દિલ્લી અને હરિયાણાના શહેરોમાં શિક્ષક રહી ચૂક્યો છે. અખિલેશ નોકરી વાંચ્છુક યુવાનોને ટાર્ગેટ કરતો હતો અને વિદેશ જવા ઇચ્છતા યુવાનોને નકલી સર્ટીફીકેટ બનાવી આપતો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:12 am, Tue, 25 April 23

Next Video