Gujarati Video: વલસાડની ઓરંગા નદીના પટમાં ડ્રેજિંગના બહાને સામે આવી રેતી-ચોરી, વાંચો જિલ્લાના તમામ સમાચાર

|

Feb 18, 2023 | 11:57 PM

Valsad: વલસાડની ઓરંગા નદીના પટમાં કિશોર પ્રોજેક્ટના બહાને રેતી ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ખાણ ખનિજ વિભાગે ગામલોકોને રજૂઆતને આધારે રેડ કરતા રેતીચોરીનુ કૌભાંડ સામે આવ્યુ છે.

વલસાડની ઔરંગા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી. જેમાં મંજૂરી વગર રેતી કાઢવા ઉતરેલા મશીન જપ્ત કરાયા હતા. ડ્રેજિંગના બહાને ઔરંગા નદીમાં રેતી ચોરી થઈ રહી હતી. ‘કિશોર પ્રોજેક્ટ’ નામ હેઠળ ડ્રેજિંગ કરવાના બહાને દિવસ રાત રેતી ચોરી થતી હતી. ઔરંગા નદીને ઊંડી કરી પાળા બનાવવા માટે સરકાર દ્વારા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી રેતી કાઢવાના મશીનો મૂકી રેતી ચોરી કરતી હતી. આસપાસના 10 ગામના રહીશોએ અગાઉ રજૂઆત કરી હતી. રેતી ખનન બંધ કરવા માટે કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરી હતી.

વેજલપોર ગામના સરપંચ અને સરપંચના પત્નીની દાદાગીરી

આ તરફ વલસાડના વેજલપોર ગામના સરપંચ અને તેમની પત્નીની દાદાગીરી સામે આવી છે. સહયોગનગર ચાલીમાં સરપંચ અને તેમના પત્ની જે પૂર્વ સરપંચ રહી ચુક્યા છે. તેમણે બબાલ કરી હતી.
ઘરમાં ઘુસી જઈ સરપંચ કૌશિક પટેલે જાનથી મારી નાખવાની આપી હતી. 10થી 15 લોકોને બોલાવી ઘરમાં ઘુસી પરિવાર સાથે મારામારી કરી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે વલસાડ જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે. સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ પણ વાંચો: Mahashivratri 2023 : વલસાડના ધરમપુર તાલુકાના તીસ્કરી ગામે શિવરાત્રી નિમીતે 31 લાખ રુદ્રાક્ષનું સવા 31 ફુટનું શિવલિંગ બનાવાયું

કોલેજમાં નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

તો આ તરફ વલસાડમાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયા છે. નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં પોલીસે રેડ પાડી હતી. જયાં દારૂના નશામાં કોલેજના બે વિદ્યાર્થી ઝડપાયા હતા અને બે લોકો બહારના હતા. પોલીસે દારૂની બોટલ, મોબાઈલ, અને બાઈક મળી કુલ 95 હજારનો મુદામાલ કબેજ કર્યો હતો.

Published On - 11:57 pm, Sat, 18 February 23

Next Video