સુરત રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચ્યો, જુઓ Video
RPF Alertness

સુરત રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચ્યો, જુઓ Video

| Edited By: | Updated on: May 30, 2023 | 1:03 PM

આ દરમ્યાન મુસાફર ટ્રેનની વધતી સ્પીડના લીધે પોતાનું સંતોલન ગુમાવી બેસે છે. જો કે આ ઘટના દરમ્યાન પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસની નજરે પડી હતી. તેમજ રેલવે પોલીસના જવાનોએ દોડીને તેમને પ્લેટફોર્મ પર પડતા બચાવ્યા હતા. જેના લીધે મુસાફરનો જીવ બચ્યો હતો.

Surat : ગુજરાતના(Gujarat)  સુરત રેલવે સ્ટેશન(Surat)  પર રેલવે પોલીસની સતર્કતાએ મુસાફરનો જીવ બચાવ્યો છે. જેના લીધે સુરત રેલવે પ્લેટ ફોર્મ પર મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં સામે આવેલા સીસીટીવી વિડીયોમાં જોઇ શકાય છે કે રેલવે પ્લેટફોર્મ પર એક મુસાફર ચાલુ ટ્રેને ચઢવાનો પ્રયાસ કરે છે. જો કે આ દરમ્યાન મુસાફર ટ્રેનની વધતી સ્પીડના લીધે પોતાનું સંતોલન ગુમાવી બેસે છે. જો કે આ ઘટના દરમ્યાન પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસની નજરે પડી હતી. તેમજ રેલવે પોલીસના જવાનોએ દોડીને તેમને પ્લેટફોર્મ પર પડતા બચાવ્યા હતા. જેના લીધે મુસાફરનો જીવ બચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ રેલવે સ્ટેશન પર વેકેશનના લીધે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ રેલવે પોલીસ દ્વારા મુસાફરોની સલામતી માટે ચાલતી ટ્રેનમાં નહિ ચઢવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 30, 2023 01:03 PM