Gujarati video: ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચતા રાજકોટવાસીઓને રાહત

|

Feb 26, 2023 | 1:31 PM

દર વર્ષે રાજકોટમાં ઉનાળામાં પાણી માટેની બૂમો પડતી હોય છે ત્યારે ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની વ્યવસ્થા માટે નિર્ણય કર્યો છે આ નિર્ણય અંતર્ગત રાજકોટના ન્યારી -1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

પાણીની અછત સામે ઝઝુમી રહેલા રાજકોટવાસીઓને મોટી રાહત મળી છે. રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

દર વર્ષે રાજકોટમાં ઉનાળામાં પાણી માટેની બૂમો પડતી હોય છે, ત્યારે ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની વ્યવસ્થા માટે નિર્ણય કર્યો છે આ નિર્ણય અંતર્ગત રાજકોટના ન્યારી -1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જેથી ઉનાળાના શહેરીજનોને પાણીની તકલીફ ન પડે. તાજેતરમાં જ પાણી માટે શહેરમાં બૂમરાણ મચી હતી, જેના નિવારણ રૂપે રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માંગણી કરી હતી. આ માંગણી અંતર્ગત ન્યારી ડેમમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

શું છે સૌની યોજના?

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજના છે. આ યોજનાનું સપનું ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના એટલે કે સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ 1126 કિલોમીટર લંબાઇની ચાર પાઇપ લાઇન લિંક દ્વારા સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Video