Gujarati Video : રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર થયો ઓવરફ્લો, આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના

|

Jul 09, 2023 | 3:40 PM

Amreli: અમરેલીના રાજુલાનો ધાતરવડી-2 ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ધાતરવડી-2 ડેમ ફરી છલોછલ થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના અપાઈ છે.

Amreli: અમરેલી પંથકમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, અનેક જળાશયો ઓવરફ્લો થયો છે. રાજુલાનો ધાતરવડી- 2 ડેમ સતત બીજીવાર ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે રાજુલાના ડેમ આસપાસના 10 ગામોને હાઈએલર્ટની સૂચના આપવામાં આવી છે. અમરેલીમાં ભારે વરસાદ બાદ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : Monsoon: અમરેલીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પાણીની આવક થતા ગાગડીયા નદી જીવંત બની, જુઓ આકાશી દ્રશ્યો-Video

લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. જે બાદ ગાગડિયા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. લાઠી પાસેના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જો ભારે વરસાદ પડશે તો લોકોને વધુ હાલાકી પડી શકે છે. વરસાદના બીજા રાઉન્ડમાં જ નદી નાળા પર પાણી ફરી વળ્યા છે.

અમરેલી સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video