Gujarati video : રાજકોટ જિલ્લામાં ધોરણ-12નું 79.94 ટકા પરિણામ આવ્યું, વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી

author
| Edited By: | Updated on: May 31, 2023 | 12:45 PM

રાજકોટ (Rajkot) જિલ્લામાં 338 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 2400 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓએ ગરબા રમીને પરિણામની ઉજવણી કરી હતી.

Rajkot : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result 2023) જાહેર થયુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 79.94 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં 26385 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લામાં 338 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 2400 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓએ ગરબા રમીને પરિણામની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો- Gujarati Video : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે, સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવે તેવી શક્યતા

મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,01,797 છે. સામાન્ય પ્રવાહમાં 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 52,291 છે. જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 21,038 છે. જ્યારે D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,020 છે. તેમજ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,875 છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 31, 2023 12:44 PM