Gujarati Video: રાજ્યમાં હજુ પણ રહેશે વરસાદી માહોલ, શું છે હવામાન વિભાગની આગાહી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:26 PM

ભાવનગર, બોટાદ, આણંદમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર પણ મળી રહ્યાં છે. કારણ કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.

ભાવનગર, બોટાદ, આણંદમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર પણ મળી રહ્યાં છે. કારણ કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ગઈકાલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. ગઈકાલે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના ઝાંઝરડા ચોકડી સરદારબાગ બસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: Gujarati Video : જૂનાગઢમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

કમોસમી વરસાદે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે જગતના તાતના પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

Published on: Mar 24, 2023 07:22 PM