Gujarati Video : અમરેલીના વડીયામાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

અમરેલી વડીયા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડતાં વીજળી ગુલ થઈ હતી. વડીયા શહેરમાં બપોરબાદ વાતાવરણમાં પલટો થયો હતો. ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે સાવર કુંડલામાં પણ પવનની સાથે ધુળની ડમરીઓ ઉડી હતી.

| Edited By: | Updated on: May 30, 2023 | 7:58 AM

Amreli  :અમરેલીના(Amreli)  વડીયામાં કાળા ડીબાંગ વાદળો સાથે ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. જેમાં શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ(Rain)  પડતા  વીજળી ગુલ થઇ હતી. આ ઉપરાંત વડીયામાં ભારે પવન ફૂંકાતા મંદિરના પૂજારીના મકાનના પતરા ઉડયા હતા. GEB નજીક રહેતા પૂજારીના ઘરના પતરા ઉડી ગયા હતા. જો કે ઘરમાં કોઈ ના હોવાથી જાનહાનિ ટળી હતી.

અમરેલી વડીયા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડતાં વીજળી ગુલ થઈ હતી.
વડીયા શહેરમાં બપોરબાદ વાતાવરણમાં પલટો થયો હતો. ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે સાવર કુંડલામાં પણ પવનની સાથે ધુળની ડમરીઓ ઉડી હતી.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો