Gujarati Video : પાટણ અને કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટાં, બનાસકાંઠાના લાખણીમાં કરા સાથે વરસાદ

|

Mar 30, 2023 | 5:03 PM

Gujarat News : બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાખણીના કુડા, જસરા અને મોરાલ સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠુ થવાની આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.

આ પણ વાંચો-Gujarati Video: બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાખણીના કુડા, જસરા અને મોરાલ સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ છવાયો છે.

બનાસકાંઠા પંથકમાં ફરી એક વખત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, થરાદ અને દાંતા પંથકમાં માવઠું થયું છે. અમીરગઢ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

પાટણ પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જીરું, ઘઉં, એરંડા સહિતના પાક પર સંકટ તોળાઇ રહ્યુ છે. તો કચ્છમાં પણ ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉના કણખોઇ, રાપરના ખેંગારપર અને રામવાવ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નખત્રાણાના રવાપર અને લખપતના કેટલાક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:01 pm, Thu, 30 March 23

Next Video