ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધાવા, આકોલવાડી, સૂરવાા, હડમતીયા સહિતના ગામોમાં સતત વરસાદને કારણે આંબાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યુ છે. કેસર કેરીના તૈયાર પાક કમોસમી વરસાદમાં ખરી પડ્યો છે. ભરઉનાળે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: સામાન્ય માણસના પહોંચથી દૂર થઈ જશે કેરીની મીઠાશ! તરબુચ અને આ ફળો પર પણ થશે વરસાદની અસર
ગીરના જંગલમાં વૈશાખે જાણે અષાઢી માહોલ જામ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદને પગલે નદી,નાળા અને ઝરમા વહેતા થયા છે. ગીર જંગલમાં નદી અને ઝરણા વહેતા થયા છે. ધોધમાર વરસાદથી રૂપેણ નદીમાં પણ પૂરની સ્થિતિ છે. જામકા અને શાણા વાકીયા ગામ વચ્ચે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…