Gujarati Video : રાજકોટ ધોરાજીના મોટી વાવડીમાં વરસાદે તારાજી સર્જી, જોખમી પુલના સમારકામની માગ
પુલનું ધોવાણ થયું હોવા છતાં તંત્રએ રસ્તો બંધ નથી કર્યો. જ્યારે વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઇ રહ્યાં છે.તેમજ લોકોએ તાત્કાલિક રસ્તો બંધ કરી પુલનું સમારકામ કરવા માગ કરી છે.
Rajkot : ગુજરાતમાં(Gujarat) વરસાદના બીજા રાઉન્ડમાં પગલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain) ખાબકયો છે. જેમાં રાજકોટના ધોરાજીના મોટી વાવડીમાં વરસાદે તારાજી સર્જી છે. જ્યારે વરસાદને કારણે મોટી વાવડીમાં પુલ નીચેનો ભાગ ધરાશાયી થયો છે. તેમજ પાણીનો પ્રવાહ વધવાને કારણે પુલના નીચેના ભાગનું ધોવાણ થયું છે.
આ પણ વાંચો : Ahmedabad: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર સ્ટે લગાવતી અરજી ફગાવવા મુદ્દે શક્તિસિંહે કહી આ વાત- જુઓ Video
પુલનું ધોવાણ થયું હોવા છતાં તંત્રએ રસ્તો બંધ નથી કર્યો. જ્યારે વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઇ રહ્યાં છે.તેમજ લોકોએ તાત્કાલિક રસ્તો બંધ કરી પુલનું સમારકામ કરવા માગ કરી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 07, 2023 06:26 PM