Gujarati Video: વેરાવળના ડો.અતુલ ચગના આપઘાત કેસની રઘુવંશી સેનાએ કરી તટસ્થ તપાસની માગ

|

Feb 14, 2023 | 10:31 PM

ગુજરાતના ગીર સોમનાથના વેરાવળમાં ડો. અતુલ ચગના આપધાત કેસને લઇને રધુવંશી સેના મેદાનમાં આવી છે. જેમાં રઘુવંશી સેનાએ તટસ્થ તપાસની માગ કરી છે. જેમાં રઘુવંશી સેના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખે ગિરીશ કોટેચાએ આ કેસમાં તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું કે તબીબના આપઘાતની ઘટના દુઃખદ છે. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.

તબીબે મોત વ્હાલુ કરતા લોકોમાં શોકની લાગણી

ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે લખેલી સુસાઇડ નોટે કંઇક અલગ જ ઇશારો કરી રહી છે. સૌથી મોટો સવાલ એ સર્જાય કે કોણ છે નારણ અને રાજેશ ચુડાસમા. સુસાઇડ નોટમાં તબીબે લખેલા નામોની તટસ્થ તપાસની માગ પરિજનોએ કરી છે.

આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ

તો લોહાણા સમાજ અને સાથી તબીબોએ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વિના પોલીસ તપાસનો મુદ્દો ઉઠાવ્યો છે. હાલ ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ આપઘાત કેસમાં વેરાવળ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત  વેરાવળમાં બહુચર્ચિત ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં પરિવારજનોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાની વાત ફગાવી દીધી છે. જેમાં મૃતક ડૉક્ટરના બહેને કહ્યું કે તેમના ભાઈ પૈસાને ક્યારેય મહત્વ નહોતા આપતા. તેમણે આક્ષેપ છે કે કોઈનું પ્રેશર હોવું જોઈએ કારણ કે તેમના ભાઈ હ્યદયથી નબળા નહોતા. તેમણે રઘુવંશી સમાજ અને પોલીસ પાસે ન્યાયની માગ કરી છે. તો બીજી તરફ સુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમા નામના વ્યક્તિનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાત સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓની બઢતી માટે નવી પોલીસી જાહેર

Published On - 10:30 pm, Tue, 14 February 23

Next Video