Gujarati Video: પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઘેડ પંથકના ગામોની લીધી મુલાકાત, ઓઝત નદીમાં આવેલ પૂરની સ્થિતિનો મેળવ્યો તાગ

|

Jul 13, 2023 | 7:39 PM

Junagadh: પોરબંદરના સાંસદ રમેશ ધડુકે પૂરથી અસરગ્રસ્ત ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. જુનાગઢમાં વરસેલા અવિરત વરસાદને કારણે ઘેડ પંથકમાં ભારે વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.

પોરબંદરનાં સાંસદ રમેશ ધડુકે જૂનાગઢના ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી. ઓજત નદીમાં આવેલ પૂરની સ્થિતિનો પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જુનાગઢમાં અનરાધાર વરસેલા વરસાદે ઘેડ પંથકને ઘમરોળ્યુ છે. ઘેડના અનેક ગામો જળમગ્ન બન્યા છે અને લોકોની માલમિલ્કતને ભારે નુકસાન પહોંચ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદીના પાણી ફરી વળ્યા. માણાવદરના મટીયાણા, પાદરડી, આંબલિયા સહિતના ગામોને ભારે નુકસાન પહોંચ્યુ. જેને લઈને ઓજત નદી ઉંડી અને પહોળી કરવાની ખેડૂતોની માગ છે.

આ પણ વાંચો : Monsoon 2023: જુનાગઢમાં ધોધમાર વરરસાદે ઘેડ પંથકને ઘમરોળ્યુ, અનેક ગામો બેટમાં ફેરવાયા- જુઓ તસ્વીરો

સાંસદ રમેશ ધડુકે અસરગ્રસ્ત ગામોમાં સ્થળ નિરીક્ષણ કર્યુ અને નુકસાનીનો તાગ મેળવ્યો. સાંસદ રમેશ ધડુકે ખેડૂતોને નુકસાન અંગે સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી અને નદી ઉંડી કરવાનુ કામ આગામી વર્ષથી શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video